ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેનો તાજ ઘાટોલીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનબશિરે મુકવામા આવ્યો છે.
મુખ્યમંત્રીને લઈને નિર્ણય અંગે પ્રથમ કોર કમિટીની બેઠક પૂરી થયા બાદ કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી. ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રી તરીકે પસંદગીનો કળશ ભપેન્દ્ર પટેલ પર ઢોળવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી મુકવામાં આવ્યા હતા જેઓ ગાંધીનગર આવ્યા હતા.
કમલમ ખાતે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ, ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓની હાજરીમાં મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઘાટોલીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે. ભુપેન્દ્ર પટેલ આનંદી બેન પટેલના જુથના માણસ ગણાય છે.