આજે મોરબી સીરામીક એસોસિએશન અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટીંગમાં સુખદ નિર્ણય ; માલનો વીમો ભર્યા વિના માલ નહિ ભરાય, એશો નોંધણી સિવાયના ટ્રકોના ભાડા નહિ બંધાય અને વીમા વિનાના ટ્રકોને
લોડીગ નહિ કરાય.
મોરબીમાં માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરવાના વિરોધમાં ટ્રંક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા ટ્રક સીરામીક વેપારીઓએ માલના નુકશાન વસુલવાના નીર્ણય નો વિરોધ કરી આ નિર્ણય પરત લેવાની માંગ સાથે ગત તા.૧૦ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી જેના લીધે પાંચ હજારથી વધુ ટ્રકો થંભી જતા તેજીના માહોલમાં સીરામિક એકમો પર અસર જોવા મળી હતી ત્યારે આજે મોરબી સીરામીક એસોસિએશન અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએશન વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મીટીંગ યોજાઈ હતી જેમાં સીરામીક એશોસીએશન દ્વારા જો ટાઈલ્સના માલને નુકશાની થશે તો ટ્રક ભાડામાંથી કપાત ન થાય તે માટે લેખિતમાં ત્રણ શરતો સાથે ખાતરી આપી અને જણાવ્યુ હતુ કે (૧) માલની ભાંગતુટની જવાબદારી કંપની કે ટ્રાન્સપોર્ટની રહેશે નહી, તેનું નુકસાન જે તે માલ લેનારે અથવા વિમા કંપનીએ ભોગવવાની રહેશે,(૨) વિમા વગરની ગાડી ભરવાની મંજૂરી આપવામાં આવશે નહિ (૩) મોરબી વાંકાનેરમા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં નોંધણી થયેલ ટ્રાન્સપોર્ટર દ્વારા જ ટ્રકો ભરવામાં આવશે થશે જેમાં જ કંઇ પણ તકલીફ કે ખામી સર્જાશે તો મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તેનો ઉકેલ કાઢવાનો રહેશે એ ઉપરાંત સીરામીક ઉદ્યોગકારો દ્વારા પણ ટ્રક એસોસિએશન સિવાય કોઈના ટ્રક ભાડે લેવામાં આવશે નહિ જેમાં આ ત્રણેય શરતોને સીરામિક એસોસિએશન અને ટ્રક એસોસિએશન દ્વારા સહમતીથી ઠરાવ મંજુર કર્યા બાદ સીરામીક એસોસિએશન દ્વારા નુક્શાનની જવાબદારી ટ્રાન્સપોર્ટ ની કે ટ્રક ની નહિ રહે તેવી ખાતરી લેખિતમાં આપી હતી જેના બાદ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ સમેટાઈ છે અને ટ્રકોના પૈડાં ફરી શરૂ થઈ ચુક્યા છે.