મોરબી તાલુકાના જેતપર ગામે, વણકરવાસમા આવેલ હનુમાનજીના મંદિર પાસે જાહેરમા જુગાર રમતા પાંચ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશની વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે, વણકરવાસમા આવેલ હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસે ત્રાટકી હતી. જ્યાં રેઇડ કરતા નારણભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ.૫૦), પ્રફુલભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ.૩૦), રાહુલભાઇ અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૪), હરેશભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૨૮), તથા દિનેશભાઇ ધનાભાઇ પરમાર (ઉ.વ.૪૨), રહે. તમામ વણકરવાસ, જેતપરને રંગેહાથ જુગાર રમતા ઝડપી લીધા હતા.પોલીસે જુગારીઓના કબ્જામાંથી રોકડા રૂ.૧૦,૩૫૦/- ના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.