Wednesday, October 28, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં ‘મોરબી સિનિયર સિટીઝન સ્પર્ધા-૨૦૨૬-૨૭’ નું આયોજન

મોરબી જીલ્લામાં ‘મોરબી સિનિયર સિટીઝન સ્પર્ધા-૨૦૨૬-૨૭’ નું આયોજન

૬૦ વર્ષથી વધુ વયના વડીલો માટે રમતગમત ક્ષેત્રે ઉત્સાહવર્ધક પહેલ શૂટિંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ અને એથ્લેટિક્સ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે; ૨૦ નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

- Advertisement -
- Advertisement -

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત “મોરબી સિનિયર સિટીઝન સ્પર્ધા-૨૦૨૬-૨૭” નું આયોજન કરવામાં આવનાર છે. વડીલોમાં શારીરિક સક્ષમતા, સ્વાસ્થ્ય જાગૃતિ અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુસર યોજાનાર આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી ઉપરની વયમર્યાદા (કટ-ઓફ તારીખ ૩૧/૧૨/૨૦૨૬) ધરાવતા સિનિયર સિટીઝનો ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં શૂટિંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સા ખેંચ તથા વોલીબોલ (ફક્ત ભાઈઓ માટે) જેવી લોકપ્રિય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એથ્લેટિક્સ વિભાગ અંતર્ગત ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક તેમજ બહેનો માટે ૩ કિ.મી. અને ભાઈઓ માટે ૫ કિ.મી. ઝડપચાલ જેવી ઇવેન્ટ્સ યોજાશે, જેમાં ખેલાડી કોઈપણ ત્રણ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ અરજી સાથે જન્મતારીખનો પુરાવો તેમજ શારીરિક યોગ્યતા દર્શાવતું ડોક્ટરનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૦/૧૧/૨૦૨૬ છે.

રસ ધરાવતા સિનિયર સિટીઝનોએ પોતાના અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે SAG જીલ્લા રમત સંકુલ, OSEM CBSE સ્કૂલની સામે, મોરબી-રાજકોટ હાઈવે, શક્ત શનાળા, મોરબી ખાતે જમા કરાવવાના રહેશે. મોરબી જીલ્લાના વધુમાં વધુ પાત્ર સિનિયર સિટીઝનો આ રમતગમતોમાં ઉત્સાહભેર જોડાઈને આ અવસરનો લાભ લે તેવી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!