મોરબી પંથકમાં 6 માસનો ગર્ભ ધરાવતી મહિલા 15 દિવસથી રસ્તે રઝળતી હોવનો ગત 20 તારીખમાં રોજ 181 મહિલા અભયમની ટીમને યુવાનનો કોલ આવ્યો હતો. જે કોલને પગલે અભયમનના કાઉન્સેલર ભારતીબેન પરમાર, મહિલા કોન્સ્ટેબલ ભાવિકાબેન માલવણીયા, પાઇલોટ મિતેશભાઈ કુબાવત સહિતનો સ્ટાફ કોલ સ્થળે દોડી ગયો હતો. જ્યાં જઇ મહિલાની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરતા મહિલાએ જણાવ્યું હતું કે તેમનો પતિ ઘરે માથાકુટ કરી અને શારિરીક તથા માનસિક ત્રાસ આપતો હોય ઉપરાંત સાસુ પણ માર મારતા હોવાથી તે ઘર છોડી આવી છે. વધુમાં તેણીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેને પિયર સાથે સબંધ ન હોવાથી તે રસ્તે રખડે છે. આથી અભયમની ટીમે પરિસ્થિતિ જાણી મહિલાને હેમખેમ પતિ પાસે પહોંચાડી હતી. જ્યા અભયમની ટીમે મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરી મન દુઃખનો અંત લાવ્યો હતો.