Tuesday, November 26, 2024
HomeGujaratવિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની મુલાકત લેતા પોલીટેકનિક કોલેજના...

વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની મુલાકત લેતા પોલીટેકનિક કોલેજના વિધાર્થીઓ

મોરબીની સરકારી પોલિટિકનિક કોલેજના વિધ્યાર્થીઓએ મોરબીમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની મુલાકત લઈ કામગીરીથી વાકેફ થયા હતા.

- Advertisement -
- Advertisement -

ઇજનેરી વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતરના ભાગરૂપે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રની સાર્થકતા માટે આજે સરકારી પોલીટેકનિક કોલેજ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ

મોરબીના વડા, પ્રાધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર,

નેત્રમ” પોલીસ અધિક્ષકની કચેરી, મોરબીની મુલાકાત કરવામાં આવી હતી.

સરકારી પોલીટેકનિક કોલેજ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ મોરબીના વડા નંદુભાઈ ફાટક, તથા ફેકલ્ટી શિલ્પાબેન રાઠોડ, વી.એચ.સીતાપરા, મનિષ કે. ચાંપા,તેમજ પોલીટેકનિક કોલેજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરતા ૭૦ વિધાર્થીઓને પીએસઆઇ પી.ડી.પટેલ દ્વારા

વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેંટર, નેત્રમ” ની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતાં.. જેમાં

પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરાનો ક્રાઈમ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શનમાં ઉપયોગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને કંટ્રોલમાં કેમેરાની

ઉપયોગિતા, ઇ-ચલણ અંગેની સમજ, નેત્રમમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સોફ્ટવેર જેવા કે, VMS, ICS, ITS ની

ઉપયોગિતા, ઇ-ચલણ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ, સીસીટીવી ફુટેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા.ઉપરાંત BSNL

કનેક્ટીવીટી, નેત્રમના ઇક્વીપમેન્ટ, નેત્રમ સર્વર, સ્ટોરેજ વિશે પણ માર્ગદર્શન આપવામા આવ્યું હતું. વધુમાં સરકારી વાહનોમાં GPS ની ઉપયોગિતા તેમજ આ અંગેના VTMs સોફ્ટવેરની સમજ આપવામાં આવી. આમ, ગૃહ વિભાગના પોલીસ આધુનિકીકરણના ભાગરૂપે ચાલતા વિશ્વાસ પ્રોજેક્ટ બાબતે અવગત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!