Sunday, November 24, 2024
HomeGujaratસ્ટેસ્થોસ્કોપનો ધબકાર પુસ્તકને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા સરસ્વતી વંદના કરતા ડો.સતીશ પટેલ

સ્ટેસ્થોસ્કોપનો ધબકાર પુસ્તકને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા સરસ્વતી વંદના કરતા ડો.સતીશ પટેલ

ગુજરાત સાહિત્ય અકાદમીએ “સ્ટેથોસ્કોપનો ધબકાર”પુસ્તક ને પ્રથમ નંબર આપ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીની ભૂમિ એટલે ઉદ્યોગનગરીની સાથે સાથે સાહિત્ય સર્જકોની પણ ભૂમિ છે મોરબીમાં અવારનવાર ગૌરવપ્રદ બાબતો બનતી રહે છે,મોરબીમાં અનેક સાહિત્ય સર્જકો દ્વારા અવનવું સાહિત્ય સર્જન થતું રહે છે.આ સાહિત્ય સર્જકોમાં અદકેરું નામ કે જેઓ જાણીતા માનીતા બાળરોગ નિષ્ણાંત ડોકટર છે, પ્રખર વક્તા, પ્રવક્તા, ચિંતક, બૌદ્ધિક એવા ડો.સતીશ પટેલે પોતાના તબીબી વ્યવસાયની સાથે ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે એમાં નાના બાળકોની માતા માટે ભગવદ્દ ગીતા સમાન પુસ્તક એટલે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકની અત્યાર સુધીમાં 25000 પચીસ હજાર પ્રતો છપાઈ ચુકી છે અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પુરસ્કૃત થયેલ છે અને જેનો હિન્દી અનુવાદ “બચ્ચે કી પરવરીશ” ની 2000 બે હજાર નકલો છપાઈ ચુકી છે વંચાઈ ચુકી છે,તેમજ એમનું બીજું એક પુસ્તક “આરોગ્યની આસપાસ” જેનું ડો.સતીશ પટેલે સંપાદન કરેલ છે એ પુસ્તકની 126000 એક લાખ છવીસ હજાર નકલો છપાઈ ચુકી છે,વંચાઈ ચુકી છે,”,ઇતિ વાર્તા” નામનો ટૂંકીવાર્તા સંગ્રહ પણ અનેક ઘરોમાં વંચાય છે અને “પૂર્ણ વિરામ પછી..”પુસ્તક હાલ પ્રવીણ પ્રકાશનમાં તૈયાર થઈ રહ્યું છે, એવા લેખક ડો.સતીશ પટેલ દ્વારા લખાયેલું પુસ્તક “સ્ટેથોસ્કોપનો ધબકાર”ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આપેલ છે.

આ ખુશીના અવસરને વધાવવા પુસ્તક સાથે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ એમની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો,આ પ્રસંગે ડો.પ્રેયસ પંડ્યા, ડો.રુચિ પંડ્યા,ડો.સંજય બાણુંગારીયા,દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,જયેશભાઈ બાવરવા મંત્રી શિક્ષક મંડળી,ડો.અમૃતલાલ કાંજીયા,ઘનશ્યામભાઈ ડાંગર, કાજલબેન ચંડીભ્રમર જાણીતા નોટરી વકીલ,ધરતીબેન બરાસરા સંજય બાપોદરિયા,ડો.રવિંન્દ્ર ભટ્ટ પ્રિન્સિપાલ પી.જી.પટેલ કોલેજ, કિશોરભાઈ વાંસદડીયા વગેરેની હાજરીમાં પુસ્તક અને સરસ્વતીજીને હાર પહેરાવી ધૂપ દીપ કરી,શ્રીફળ વધેરી પૂજન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!