મોરબીના યુવા કલાકાર ઓમ બારૈયા નો આજે જન્મદિવસ : ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ
મોરબી જિલ્લાનું કલા ક્ષેત્રે યુવા ઘરેણું કહી શકાય તેવા ટિકટોક હોય કે ઇસ્ટાગ્રામ કે પછી ગુજરાતી ગીત સર્વે મોખરે રહી પોતાની આગવી સૂઝબૂઝથી નિર્દોષ ભાવ અને પોતાની જાતે જ શીખેલા સ્વ નિર્ભર કલાકાર અને ગણેશ મંડપ સર્વિસ ના હેડ અરવિંદભાઈ બારૈયા ના લાડકા પુત્ર ઓમ બારૈયા નો આજે જન્મદિવસ છે.મોરબીના યુવા કલાકાર ઓમ બારૈયા એ ‘ઘુમરીયું’ ગુજરાતી ગીતમાં આગવા અંદાજથી કળા બતાવી હતી જે ગુજરાત ભરમાં લોકપ્રિય બન્યું હતું અને જોત જોતા માં 7 મિલિયન લોકોએ જોયું હતું અને હજુ પણ આ ગીત લોકો માટે જૂનું જ નથી થયું સાથે સાથે તાજેતરમાં પણ આવા જ ગુજરાતી ગીતમાં તેઓ પોતાનો અભિનય બતાવવામાં આવનાર છે ત્યારે આજે મોરબીના યુવા અને ઉત્સાહી ઓમ બારૈયાના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળ અને શુભેચ્છકોમાંથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.