મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. ત્યારે હળવદ પંથકમાં ભારે વરસાદને પગલે હળવદના માલણીયાદની ખારી નદીમાં ઘોડાપુર ઉમટ્યા હતા.
હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી પંથકમાં વરસાદની માહોલ જામ્યો છે. જેમાં હળવદ પંથકમાં મુશળધાર એક ઈંચથી વધારે વરસાદ ખાબકયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હળવદની માલણીયાદની ખારી નદીમા નીરની આવક થતા નદીમાં ઘોડાપુર વછૂટ્યા હતા. જેને લઈને નિચાણવાળા લીલાપુર, બુટવડા અને ઘણાંદ સહિતના ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા.