ગુજરાતમાં નવરાત્રિના આયોજન અંગે અનેક અટકળો ચાલી રહી હતી તેવામાં રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે શેરી ગરબાના અયોજનોને મંજૂરી આપી મહત્તમ 400 લોકો અને લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદામાં વધારો કરી 400 વ્યક્તિઓને છુટ આપવમાં આવી છે આ સાથે જ નવરાત્રીના આયોજનો અંગે ચાલતી અટકળો પર પણ પૂર્ણવિરામ મુકાયું છે.
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરોમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીના આયોજનોને મંજૂરી આપવી ઘણું જોખમી હોવાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી નવરાત્રી પર્વ નિમિત્તે શેરી ગરબામાં મહત્તમ 400 લોકોની હાજરી અંગે મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા હતી તે વધારીને 400 વ્યક્તિઓ સુધી છૂટ આપવામાં આવી છે. સરકાર દ્વારા અપાયેલી આ છૂટથી આયોજકોને થોડાઘણા અંશે રાહત મળી છે.