મોરબીમાં રહેતા પરિવારમાં દંપતી પોતાના સગીરવયની પુત્રી અને પુત્રને ઘરે મુકીને વ્યવસાય અર્થે બહાર ગામ ગયેલ હોય દરમિયાન આરોપી અજય મહાદેવભાઈ વિકાણીએ પાછળથી આવી ઘરનો દરવાજો ખખડાવી ભોગબનનાર સગીરાએ દરવાજો ખોલતા મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સગીરા પાસે બીભત્સ માંગણી કરી શરીરે શારીરિક અડચણ કરતા ભોગબનનાર સગીરાએ દેકારો કરતા આરોપી અજય દરવાજો ખોલી નાશી ગયો હોવાની ફરિયાદ ભોગબનનાર સગીરાની માતાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છેતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ મહિલા પીએસઆઈ એન એ શુક્લ ચલાવીરહ્યા છે