Tuesday, April 30, 2024
HomeGujaratમચ્છુ ૧ ડેમ છલું...છલું…: ચોવીસ ગામોને એલર્ટ કરાયા

મચ્છુ ૧ ડેમ છલું…છલું…: ચોવીસ ગામોને એલર્ટ કરાયા

ભારે વરસાદને મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ ૧ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે જે છલું છલું થવાને આરે છે આથી નિચાણવાળા ચોવીસ ગામોને એલર્ટ કરાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં થઈ રહેલા મેઘ મહેરને પગલે ઉપરવાસમાં સારા વરસાદને લીધે મોરબીના મચ્છુ ડેમમાં જળરાશીની આવક થવા પામી છે. પાણીની આવક થતા ડેમ હાલ ૯૦ ટકા ભરાઈ ગયો છે. મચ્છુ ૧ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો હોવાથી હેઠવાસમા આવતા ૨૪ ગામોને સાબદા રહેવા એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી,ગારીયા,જોધપર, પાજ,રસિકગઢ, લુણસરિયા,કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી,વાકિયા,રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર તથા મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોવાથી નદીમાં પટમાં ન જવા સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પહલે મચ્છુ ૧ ડેમ ભરાઈ જતા સિંચાઈ માટે પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!