વિકાશલક્ષી અભિગમથી વડાપ્રધાને રાજનિતિમાં નવી કેડી કંડારી: પ્રો. કમલેશ જોશીપુરાબંધારણીય સ્થાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવિરત ૨૦ વર્ષ પૂર્ણ કરી ભારતીય રાજનૈતિક ક્ષેત્રમાં વિક્રમ સર્જ્યો છે જે નિમિતે રાજકોટનાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, સંશોધકો અને રાજનિતિશાસ્ત્રનાં અભ્યાસુઓની ઉપસ્થિતિમાં ખાસ સમારોહનું આયોજન કરાયું હતું. આ તકે કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સંગઠનમંત્રી તરીકે પ્રદાન રાજનૈતિક અભ્યાસુ અને રણનિતિકાર તરીકેની ભૂમિકા, વિકાશલક્ષી સુશાષન, હિંમતભર્યા નિર્ણયો તેમજ પડકારોને તકમાં પરિવર્તિત– કરવાની ઉત્કૃષ્ટ ક્ષમતા વિશ્વનાં રાજનિતિશાસ્ત્રનાં નિષ્ણાંતો માટે અભ્યાસ અને વિચારનો મુદ્દો બનેલ છે.
કાયદાભવન અને માનવઅધિકાર ભવનનાં અધ્યક્ષ ડો. આનંદ ચૌહાણ અને ડો.રાજેન્દ્ર દવેની પહેલથી લોથલ ઓડીટોરીયમ ખાતે આયોજીત ગરિમાપૂર્ણ સમારોહમાં મોદીનાં વ્યકિત્વ અને પ્રદાન સંદર્ભે તલસ્પર્શી વિશ્લેષણ સાથે બૌધીક સંવાદ આયોજીત થયો હતો. આ પ્રસંગે ઈન્ડિયન લાયન્સ કલબનાં પ્રમુખ કૌશીક ટાંક, અધિવકતા પરિષદ ગુજરાતનાં મોભી પ્રશાંતકુમારજી જોશી , વરિષ્ઠ પત્રકાર રાદડીયા, શૈક્ષણીક ક્ષેત્રનાં વનરાજ, માનવ અધિકાર જાગૃતિ અભિયાનનાં રામાનુજ, સામાજીક અગ્રણી વિનયભાઈ વ્યાસ તેમજ એજયુકેશનલ લીગલ એન્ડ સોશ્યલ રીસર્ચ ફાઉન્ડેશનનાં રીસર્ચ ગૃપનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ અવસરે રાજેન્દ્ર દવેએ નિરંતર સમાજ શિક્ષણ સપ્તાહની જાહેરાત કરી વિગત આપી હતી. વધુમાં પ્રો.ભરત મણીયાર કૌશીક ટાંક, પ્રશાંતકુમારએ પ્રાસંગિત પ્રવચનો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ પોપટ કર્યું હતું. કે. એ. પાંઘી લો કોલેજ, એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન, લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, સમાજકાર્ય ભવન, નેશનલ ઈન્ટરેસ્ટ ફર્સ્ટ સહિતની સંસ્થાઓ જોડાઈ હતી.