મોરબીના લક્ષ્મી સોસાયટીમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ માથાકૂટ કરી ઓફિસમાં તોડફોડ અને માર મર્યાની ફરિયાદ નોંધાઈ છે જ્યારે સામે પક્ષે પણ મોટર સાયકલ ચલાવવા બાબતે થયેલ બોલાચાલીના સમાધાન કરવા બોલાવી આરોપીઓએ બેફામ ગાળો આપી માર મર્યાની પાંચ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના લક્ષ્મી સોસાયટીમાં રહેતા પરબતભાઇ વીશાભાઇ ડાભીએ આરોપી કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા અને સંજયભાઇ ભુપતભાઇ બાંભવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વિશાલ ફર્નિચરના પાછળના ભાગે આરોપી કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા (ઉ.વ.૨૦)ને સાહેદ રવિ વશરામભાઇએ બાઈક ફુલ સ્પીડમા શેરીમા નહી ચલાવવાનુ કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઇ જઇ આરોપી કુર્નેશે અમીતભાઇની ટ્રાંસપોર્ટની ઓફીસે જઇ ધોકાથી ઓફીસમા તોડફોડ કરી હતી આ ઉપરાંત પરબતભાઈને આરોપી કુર્નેશે ધોકા વડે જમણા પગના પંજામા મુંઢ માર મારી તેમજ આરોપી સંજયે ફરીને પકડી ઓફિસની દિવાલમા માંથુ ભટકાડી બંન્ને એ ગાળો આપી ઓફિસમા દરવાજાના કાચ તોડી ભાંગફોડ કરી હતી.
બીજી તરફ કુર્નેશભાઇ ઝાપડાએ આરોપી વસાભાઇ ડાભી, અમીતભાઇ વસા ડાભી, રવી વસાભાઇ ડાભી, પરબતભાઇ ડાભી, કુલદીપભાઇ ડાભી સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી કે આ પાંચેય આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી મોટર સાયકલ ચલાવવા બાબતે થયેલ બોલાચાલીના સમાધાન કરવા બોલાવી આરોપીઓએ બેફામ ગાળો આપી લાકડી વડે માર મર્યાની ફરિયાદ કરતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોઘી વધુ તપાસ હાથ ધરી છે.