મોરબી તાલુકા પોલીસે સપાટો બોલાવી ટીંબડી પાટીયા નજીકથી બાયોડિઝલ જેવા જ્વલનશીલ પદાર્થના જથ્થા સાથે, કાર, ટેન્કર સહિત 13 લાખનો મુદામાલ ઝડપી લીધો છે. પોલીસે બે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ટીંબડી પાટિયા નજીકથી પોલીસે બાતમી આધારે આરોપી અશ્વિનભાઇ પ્રભુભાઇ ગામી (ઉ.વ.૩૪)રહે. મોરબી-૧, ઉમા રેસીડેન્શી તથા વિજયકુમાર દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) રહે. વવાણીયા, તા.માળીયા વાળાને બાયોડિઝલ જેવા શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે મહિન્દ્રા કંપનીની KUV 100 કાર રજી.નં. GJ-36-B-4610 કિં.રૂ.૩,૦૦,૦૦૦ તથા અશોક લેલન કંપનીનુ ટ્રેઇલર રજી.નં. GJ-36-T-4036 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા ૩૦ લીટરની ક્ષમતાવાળા છ નંગ કેરબામાં ભરેલ પેટ્રોલીયમ જવલનશીલ પદાર્થ આશરે ૧૮૦ લીટર કિં.રૂ.૧૩,૫૦૦/- મળી કૂલ કિં.રૂ. ૧૩,૧૩,૫૦૦ ના મુદામાલ મળી સાથે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.