ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે બાઈક રેલી આજે મોરબી જીલ્લામાં આવી પહોંચતા જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય સ્વગાત કરવામાં આવ્યું હતું.
૨૫ પોલીસજવાનો સાથેની બાઈક રેલીનું આજે સવારે મોરબી જીલ્લામા આગમન થયુ હતું.જેનું પ્રથમ માળિયા હાઈવે પર ગેલોપ્સ હોટેલ ખાતે સ્વાગત કરાયું હતું ત્યાર બાદ બપોરે બાઈકરેલી મોરબી આવી પહોંચતા મોરબીના મુખ્ય માર્ગો પર ફરી હતી જ્યાં વેપારીઓએ, આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વધૂમાં મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત બપોર બાદ રેલી ટંકારા તરફ પ્રસ્થાન થઇ હતી જ્યાં ટંકારા ગ્રીન વેલી સ્કૂલ ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
મોરબી જીલ્લામાં વિવિધ સ્થળે સ્વાગત કરતી વેળાએ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, ડીવાયએસપી મુનાફખાન પઠાણ અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તેમજ સમગ્ર બાઈક રેલીના સંચાલન માટે પીઆઈ જે એમ આલ, પીઆઈ વિરલ પટેલ, પીએસઆઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ જોડાઈ હતી. તથા આ તકે મહિલા ડીવાયએસપી રાધિકા ભારાઈ, ડીવાયએસપી મુનાફ ખાન પઠાણ તેમજ બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલે શહેરના મુખ્ય માર્ગો પર બાઈક ચલાવ્યું હતું.