મોરબી જિલ્લામાં ભૂકંપના આચકાને પગલે મોરબી પંથકની ધરા ધ્રુજી હતી. જિલ્લામાં હળવી તીવ્રતાનો આંચકો અનુભવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો અને હેબતાઈ ગયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં રાત્રે 9.24 મિનિટે હળવો આંચકો અનુભવાયો હતો.અંદાજીત 3.5 રેક્ટર સ્કેલનો આંચકો અનુભવ્યો હોવાની પ્રસ્થામિક માહિતી આપવામાં આવી હતી. મોરબીના અધિક કલેક્ટર એન કે મુછાર એ ભૂકંપના આંચકા બાબતે પુષ્ટિ કરી શહેર અને આસપાસમાં વિસ્તારોમાં આંચકા નો લોકોને અનુભવ થયો હોવાની માહિતી આપી હતી. જો કે જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ભૂંકપના જોરદાર ઝટકાથી લોકો ભયભીત બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે બપોરે કચ્છમાં 3.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો .ત્યારબાદ મોરબીમાં આંચકા અનુભવાતા સ્થાનિકો આ કારણે ડરી ગયા હતા પરંતુ જાનહાનિ જોવા મળી નહોતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો