આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી સબ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા હેપ્પી દિવાળી, હેપ્પી ન્યુ ઈયર અને વેલકમ 2021 તથા દેશની આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ચિત્રલેખાના દ્રશ્યો દોરવામાં આવ્યા હતા.
નૂતન વર્ષ નિમિતે જેલ અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને જુના વર્ષને વિદાય આપી અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષના આગમને સ્વીકારો તેમજ બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી બંદિવાનો તેઓના પરિવાર સાથે જેલ મુક્ત થઇ આવતા વર્ષ એક નવી જીદંગીનો આરંભ કરે તેવી શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી.