વાંકાનેર દોશી કોલેજ દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું કે આર્ટસ / કોમર્સ સેમેસ્ટર -૬ ની પૂરક પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર છે જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગયેલ છે. તો જે વિદ્યાર્થીઓ આર્ટસ કોમર્સ સેમેસ્ટર -૬ માં નાપાસ થયેલ હોય તેઓએ વાંકાનેર દોશી કોલેજના કાર્યાલયમાંથી પરીક્ષા ફોર્મ મેળવી અને પરીક્ષા ફી ભરી પહોંચ મેળવી લેવી તેમજ પહોંચમાં વિષયો ચેક કરીને આચાર્યશ્રીની સહી કરાવી લેવાજણાવ્યું હતું ઉપરાંત પરીક્ષાના વિગતવાર સીટ નંબર અને ટાઇમ – ટેબલ યુનિવર્સિટી દ્વારા મળ્યા બાદ દોશી કોલેજના નોટીસ બોર્ડ તથા ફેસબુક પેઇજ પર મુકવામાં આવશે તેમજ પરીક્ષા શરૂ થયાના ત્રણ દિવસ અગાઉ વિધાર્થી દ્વારા હોલ ટિકિટ મેળવી લેવાની રહેશે હોલ ટિકીટ વગર કોઈ પણ પરીક્ષાર્થી પરીક્ષા નહિ આપી શકે તેમજ વધુ વિગત માટે શ્રી દોશી કોલેજનું ફેસબુક પેઇજ Doshi College Wankaner લાઈક કરી વધુ એપડેટ પેજ મારફતે મળી રહેશે
પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા ફોર્મની સાથે નીચે આપેલ આધાર પુરાવાઓ જોડવાના રહેશે જેમાં વિદ્યાર્થીએ સેમેસ્ટર – પ અથવા ૬ બંન્નેમાંથી કોઇપણ એકની ટર્મ ફીની ઝેરોક્ષ નકલ – ૧, સેમેસ્ટર -૬ ની પરીક્ષા ફીની પહોંચ કે જેમાં રૂ .૧૨પ પદવી ફીની રકમ ભરી છે તે અચૂક અને અવશ્ય જોડવી . નહીંતર પદવી ફીના રૂ .૧૨૫ વધારાના ભરવા રહેશે, સેમેસ્ટર ૧ થી ૬ ની દરેકની માર્કશીટની ઝેરોક્ષ નકલ – ૧ ( અચૂક જોડવાની રહેશે . ) ( જો સેમેસ્ટર ૬ ની માર્કશીટ આવેલ ન હોય તો ઓનલાઇન માર્કશીટની ઝેરોક્ષ નકલ જોડવી, પરીક્ષા ફોર્મમાં વાઇટ ( સફેદ ) બેકગ્રાઉન્ડ વાળો ફોટો લગાડવાનો રહેશે તેમજ અધુરા આધાર – પુરાવાઓ વાળા ફોર્મ કોઇપણ સ્વીકારવામાં આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે
જેમાં બીએ સેમેસ્ટર .૭૭૦ ( અંકે રૂપિયા સાતસો સીત્તેર પુરા ), બી કોમ સેમેસ્ટર .૭૭૦ ( અંકે રૂપિયા સાતસો સીત્તેર પુરા ) ( કોમ્યુટર સાયન્સ વિષય રાખેલ વિદ્યાર્થીઓએ રૂ.૮ર૦ ફી ભરવી ) પરીક્ષા ફોર્મ જમા કરાવવાની તારીખ – ૪ કોમર્સ સેમેસ્ટર -૬ તા.રર / ૦૯ / ૨૦૨૦ મંગળવાર અને આર્ટસ સેમેસ્ટર -૬ તા .૨૩ / ૦૯ / ર ૦૧૮ બુધવાર ત્યારબાદ યુનિવર્સિટીના નિયમ મુજબની લેઇટ ફી લેવામાં આવશે તેમજ નિયત સમય બાદ પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી