Monday, November 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા જિલ્લામાં લોક અદાલતનું આયોજન કરાયું

મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા જિલ્લામાં લોક અદાલતનું આયોજન કરાયું

વિવાદોના તાત્કાલિક અને સંતોષકારક નિવેડા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા ( મીયાણા ) ખાતે આગામી તા . ૧૧/૧૨/૨૦૨૧ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ -૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો , મહેસુલના કેસો , ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકશે.આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો અને વકીલશ્ઓએ કોવિડ -૧૯ ના પ્રોટોકોલનુ પાલન કરવાનુ રહેશે.

પક્ષકારોએ લોકાદાલત દ્વારા વિવાદોનુ ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ , જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!