મોરબી અત્યાર સુધી આડેધડ સરકારી મિલકત , રેલવેની પ્રોપટી પર તથા ખાનગી માલિકીના સ્થળે મંજૂરી વગર હોડીગ બોર્ડ લગાવવામાં આવતા હતા. પરંતુ હવે આવા તમામ બોર્ડ લગાવવામાં માટે અગાઉથી મંજૂરી લેવી પડશે અન્યથા આવા લોકોને દંડાવાનો વારો આવશે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, હવેથી મોરબીની તમામ સરકારી, રેલ્વે તથા ખાનગી મિલકતો પર હવેથી હોડીગ બોર્ડ લગાવવામાં માટે નગરપાલિકાની અગાઉથી મંજૂરી લેવી અનિવાર્ય કરવામાં આવી છે. તેમજ બોર્ડ લગાવવામાં માટે લાઇસન્સ પણ મેળવવું જરૂરી છે આ અંગેના ફોર્મ પાલિકા માથી મેળવી દસ દિવસમાં તમામ પ્રકિયા પુરી કરવાની રહેશે. તેમજ મંજૂરી ન મેળવનાર તથા લાઈસન્સ ન લેનાર એજન્સી અથવા વ્યક્તિઓને દંડ કરવામાં આવશે. જેથી હવે કોઈ પણ એજન્સી અથવા ખાનગી વ્યક્તિને સાદુ, લાઈટ અથવા એલ.ઈ.ડી.બોર્ડ લગાવયા પહેલા મંજૂરી અનિવાર્ય કરવામાં આવી છે.