મોરબી નગરપાલીકાની ૫ સોસાયટીઓના સી.સી.રોડના અંદાજે ૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ રવિવારે સાંજે યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સી.સી. રોડ બની જતા રહેવાસીઓની રસ્તાઓની હાડમારી દુર થશે તેમજ સોસાયટીની સુવિધામાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરના આશાપાર્ક સોસાયટી, હરીપાર્ક સોસાયટી, કેદારીયા હનુમાનજી થી ગાયત્રી આશ્રમ રોડ, સાધુ વાસવાણી સોસાયટી તેમજ સુમતિનાથ સોસાયટીઓના રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
આ અવસરે નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ જારીયા, નગરપાલીકાના વિવિધ સમિતિના ચેરમેન, નગરપાલીકાના કાઉન્સિલર, સ્થાનિક અગ્રણીઓ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.