Monday, November 25, 2024
HomeGujaratહવે થી બંદૂક બીજા રાજ્યમાં લઇ જવા માટે જર્ની લાયસન્સ આપવામાં આવશે:...

હવે થી બંદૂક બીજા રાજ્યમાં લઇ જવા માટે જર્ની લાયસન્સ આપવામાં આવશે: ગૃહ વિભાગ નો પરિપત્ર

પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટર જર્ની લાઇસન્સ આપી શકશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ના અનેક લોકો પોતાના રક્ષણ માટે લાયસન્સ વાળું હથિયાર રાખે છે પણ આ લાયસન્સ હથિયાર ના નિયમો પણ આકરા હોય છે જેમાં અત્યાર સુધી આ હથિયાર માં ઓલ ઇન્ડિયા પરમીટ અને ગુજરાત પરમીટ એમ બે પરમીટ નીકળતી હતી જેમાં ગુજરાત પરમીટ નું પ્રમાણ વધુ હતું એ લાયસન્સમાં હથિયાર ધારક પોતાનું હથિયાર ગુજરાત રાજ્યની બહાર લઈ જઈ શકતો ન હતો પણ ખરેખર ગુજરાત માં મોટાભાગ ના વેપારી વર્ગ હોય તો ગુજરાત બહાર કોઈ આર્થિક કારણોસર જવાનું થતું હોય છે અને ગુજરાત કરતા બીજા રાજ્યો માં ગુનાખોરી નું પ્રમાણ પણ વધારે હોય જેથી હવે ગૃહ વિભાગ દ્વારા આ બાબત ની નોંધ લઈને લાઇસન્સ ધારકો ને હવે થી જર્ની લાયસન્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જર્ની પરમીટ આપતી વખતે હવે સ્ટેશન ઇન્ચાર્જ નો અભિપ્રાય લેવાની બદલે ઈ ગુજકોપ એપ ના આધારે અરજકર્તા ની માહિતી મેળવી ત્વરિત નિર્ણય લેવામાં આવે એવી ગૃહ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.અને ગૃહ વિભાગ જર્ની લાયસન્સ ની અરજી નો 2 દિવસ માં નિકાલ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!