Monday, November 25, 2024
HomeGujaratમોરબી-માળીયા(મી) વિસ્તારના ૫.૩૫ કરોડના રસ્તા અને નાલા પુલીયાના કામો મંજુર કરાવતા મંત્રી...

મોરબી-માળીયા(મી) વિસ્તારના ૫.૩૫ કરોડના રસ્તા અને નાલા પુલીયાના કામો મંજુર કરાવતા મંત્રી બ્રિજેશ મેરજા

તાજેતરમાં જ મોરબી-માળીયા(મી) તાલુકામાં છેલ્લાં એક માસમાં અંદાજે રૂા.૫૪ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓની ખાતમુર્ભૂત વિધિ હજુ સંપન્ન થઇ છે ત્યાં વધુમાં મોરબી-માળીયા(મી) વિધાનસભા મત વિસ્તારના લોકોને રસ્તાની સારી સુવિધાઓ આપવા સારૂ માનનીય માર્ગ અને મકાન મંત્રી પાસે નોન પ્લાન (કાચા) થી ડામર રોડ તથા છેલ્લાં ૧૦ વર્ષથી રીસરફેસીંગ ના થયેલ હોય તેવા રોડ તથા કોઝવે અને પુલીયાના રૂ.૫.૩૫ કરોડના કામોના જોબનંબર મેળવવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના નોન પ્લાન વિરાટનગર (રંગપર) એપ્રોચ રોડ જોઇનીંગ ટુ હરીપર(કે)થી ગાળા રોડ અંદાજે રૂા.૧.૮૫ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

તથા મોરબી તાલુકાના વિરપરડા ગામના પાટીયાથી હજનાળી સુધીના રસ્તાને ૩.૭૫ મીટરની પહોળાઇમાં મેટલીંગ, રીકાર્પેટ, સીલકોટ તથા નાળા પુલીયા સહિતનો રોડ અંદાજે રૂા.પ૦ લાખના ખર્ચે મંજુર કરાવવામાં આવ્યો છે. તેમજ મોરબી તાલુકાના નેશનલ હાઇવેથી કેરાળા હરીપર રોડ પર આવતાં મેજર બ્રીજ અંદાજે રૂ.ર૦૦ લાખના ખર્ચે તથા માળીયા(મી) તાલુકાના ભાવપર બગસરા રોડ પર આવતાં માઇનોર બ્રીજનું કામ રૂા.૧૦૦ લાખના ખર્ચે મંજુર કરવામાં આવતાં આ રસ્તાઓની સગવડતા મળનાર દરેક ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. સાથે સાથે પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાની સરાહના સાથે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!