Saturday, December 28, 2024
HomeGujaratમોરબી માં યુવા આર્મી ‌ગ્રુપ દ્વારા અડધી રાત્રે દર્દી ને  "બી નેગેટિવ"...

મોરબી માં યુવા આર્મી ‌ગ્રુપ દ્વારા અડધી રાત્રે દર્દી ને  “બી નેગેટિવ” બ્લડ ની જરૂરીયાત પુરી પાડવામાં આવી

મોરબી ની બ્લડ આર્મી એટલે કે યુવા આર્મી દ્વારા ગત રાત્રે રેર બ્લડ ગ્રુપની શ્રેણીમાનુ એક એવું “બી નેગેટિવ” બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત પુરી કરવા‌મા આવી. ગત રાત્રે મોરબી મા‌ વસતા શ્રી જયાબેન જાદવ ને માથાની નસ ફાટી જતા તાત્કાલિક સારવાર માટે મોરબી ની આયુષ હોસ્પિટલ મા‌ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જ્યાં ‌તપાસ દરમિયાન ઓપરેશન ની જરૂરીયાત જણાય હતી અને આ ઓપરેશન માટે “બી નેગેટિવ” બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત ઉભી થઈ હતી.પરંતુ નેગેટિવ બ્લડ ગ્રુપ બો ઓછા લોકોને હોય છે તેમાં ‌પણ “બી નેગેટિવ” બ્લડ ગ્રુપ માત્ર ‌2 ટકા લોકોને ‌જ હોય છે માટે જે બ્લડ ‌ગ્રુપ દિવસ મા‌ પણ ‌સહેલાઈ થી ન મળે એ રાત્રે તો મળવું અશક્ય થય જતુ હોય છે ‌‌જેના કારણે દર્દી‌ તથા પરિવારજનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.આવી ‌મુશ્કેલી મા કોઈ જાગૃત નાગરિક દ્વારા દર્દી ના પરીજનો ને યુવા આર્મી ગ્રુપ ના‌ હેલ્પલાઇન 93493 93693 પર સંપર્ક કરાવી સમગ્ર માહિતી જણાવી હતી.

જેથી ગ્રુપ ના મેન્ટોર શ્રી પિયુષભાઈ બોપલીયા દ્વારા તાત્કાલિક‌ સંસ્કાર બ્લડ બેંક મા‌ સંપર્ક કરી‌ 1 બોટલ બ્લડ ની તાત્કાલિક વ્યવસ્થા ત્યાં જ કરી આપવામાં આવી તથા અન્ય 2 બોટલ યુવા આર્મી ગ્રુપ ના “બી નેગેટિવ” ના સભ્ય‌ શ્રી આદર્શભાઈ દંગી તથા‌ શ્રી નિર્ભયભાઈ મેદપરા દ્વારા રાત્રે જ બ્લડ બેંક પર પહોંચી બ્લડ ‌ની ઈમરજન્સી ‌જરૂરિયાત‌ ને પુરી પાડવામાં આવી હતી.જે‌ બદલ દર્દીના‌ પરીજન દ્વારા આદર્શભાઈ તથા‌ નિર્ભયભાઈ ની આ‌ અમુલ્ય સેવાની પ્રશંસા કરી તેમજ આવી કપરી સ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવા બદલ પિયુષ ભાઈ બોપલીયા તથા સંસ્કાર બ્લડ બેંક નો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!