Monday, May 13, 2024
HomeGujaratમોરબી, વાંકાનેરમાં ચીકાર દારૂ ઢીંચી બાઈક લઈ નીકળેલા બે આરોપીઓ ઝડપાયા

મોરબી, વાંકાનેરમાં ચીકાર દારૂ ઢીંચી બાઈક લઈ નીકળેલા બે આરોપીઓ ઝડપાયા

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં દારૂ પીધેલી હાલતમાં બાઈક લઇ નિકળેલ બે શખ્સો પોલીસ ઝપટે ચડ્યા હતા. પોલિસે બન્ને આરોપીને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ અરૂણોદય સર્કલ પાસેથી દારૂનો નશો કરેલી હાલતમાં બાઈક રજી. નં. GJ-04-BN-3311 ની કિંરૂ.૧૫,૦૦૦ લઈ નીકળેલ આરોપી યુવરાજસીહ ઇન્દ્રસીહ રાઠોડ (ઉ.વ.૩૫) રહે.ઉમાટાઉનશીપની બાજુમાં અરૂણોદયનગર સામાકાંઠવાળાને ઝડપી લીધો હતો જેની તપાસ દરમીયાન આરોપી પાસે લાયસન્સ હાજર ન મળતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં વાંકાનેર તાલુકાના પાડધરા ચોકડી પાસેથી દારૂ ઢીંચેલી હાલતમાં હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો બાઈક રજી.નંબર-GJ-36-A-3195 કી.રૂ.ર૫,૦૦૦ લઈ અન્યનો જીવ જોખમાય તે રીતે નીકળતા આરોપી વીનોદભાઇ જેસીંગભાઇ ડૈણીયા (ઉ.વ-૩૨) રહે-પાડધરા તા-વાંકાનેરવાળાને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!