તમિલનાડુના કન્નૂરમાં આજે સેનાના સૌથી આધુનિક માનવામાં આવતું Mi-17V હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.જે દુર્ઘટનમાં ચારના મૃતદેહ મળી આવ્યા હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. મહત્વનું છે કે આ હેલિકોપ્ટરમાં ચીફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત પણ સવાર હતા.
સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહેલુ સેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના કન્નૂરમાં ક્રેશ થયું હતું. નાયક ગુરુસેવક સિંહ, એન કે જીતેન્દ્ર કુમાર ,cds બિપિન રાવત સહિત તેના પત્ની મધુલિકા રાવત ,લાન્સ નાયક વિવેક કુમાર,લાન્સ નાયક બી.સાઈ તેજા,હવલદાર સતપાલ ,લેફ્ટનન્ટ કર્નલ હરજીન્દર સિંહ સહિત ૧૪ લોકો હેલિકોપ્ટરમાં સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 4 અધિકારીઓના મૃત્યુ થયા છે.
જેના મૃતદેહ મળી આવ્યા હોવાની તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ બનાવને લઈને ડોક્ટરો ટીમ રવાના થઈ ગઈ છે જ્યારે સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઘટના અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહએ પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી ત્યારબાદ અકસ્માતને પગલે ઇમરજન્સી કેબિનેટની બેઠક બોલાવાઈ છે.