Monday, November 18, 2024
HomeGujaratવાંકાનેરમાં મીઠું પાન લેવા જતા સગીરને રસ્તામાં કાળ આંબી ગયો સહિત જિલ્લામાં...

વાંકાનેરમાં મીઠું પાન લેવા જતા સગીરને રસ્તામાં કાળ આંબી ગયો સહિત જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા

મોરબી જિલ્લમાં આજે અપમૃત્યુના વધુ પાંચ બનાવો સામે આવ્યા છે. જેમાં વાંકાનેર પંથકમાં પાન લેવા જતા સગીર પર કાળ બનીને ડમ્પરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત હાર્ટ એટેક, ઝાડા-ઉલ્ટી અને પેટના દુખાવાની બીમારી સબબ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા હાઈ વે પાર કરી મીઠું પાન લેવા જતા અયાઝ બ્લોચ નામના 14 વર્ષીય સગીરને કાળ બનીને બેફામ સ્પીડે આવતા વાહન નં.GJ-36-T- 5546ના ચાલકે અડફેટે લેતા સગીર ડમ્પરના જોટામા આવી ગયો હતો. આ અકસ્માતમાં સગીરને માથાના ભાગે તથા બંને હાથે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી જતા મૃતકના પિતા વસીમભાઈ ઉર્ફે લાલો રફીકભાઈ બ્લોચ (ઉ.વ.-૩૪ રહે-હાલ-ચંદ્રપુર મીરાનીનગર) ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અપ મૃત્યુના અન્ય એક બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રામોશ કંપની ક્વાટરમાં રહેતા મોહનલાલ હિરાલાલ બનજારા (ઉ.વ-૪૩)એ ગઈકાલે બપોરના સરતાનપર ગાને રામોસ કંપનીના ક્વાટરમા જ્મ્યા બાદ તેઓને ઉલ્ટી ઉપડી હતી. જે કાબુમાં ન આવતા તે બે ભાન થઇ ગયા હતા જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલ ખાડીયામા રહેતા રાકેશભાઇ ફકરૂભાઇ મહીડા (ઉવ-૩૬) પોતાના ઘરે હતા આ દરમિયાન તેને પેટમા દુખાવો ઉપડતા તેમને દુખાવાની બીમારીની ફરિયાદ સાથે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સરકારી હોસ્પિટલના ફરજ પરના તબીબ આર.કે.સીંગે મૃત જાહેર કર્યા હતા. જેને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુના અન્ય એક કિસ્સાની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના ધૂનડા ગામે રહેતા હરજીભાઇ પોલાભાઇ પાટડીયા નામના ૫૫ વર્ષીય આધેડ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે જાહેર શૌચાલય નજીક બેઠા હતા આ દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા નીકુજભાઇ ભુરાભાઇ ભરવાડ (ઉ.વ ૪૩)નું કોઈ પણ કારણ સર મોત નિપજતા તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે તપાસ અર્થે ખસેડાયો હતો જે અંગે સરકારી હોસ્પિટલના ડોકટરે પોલિસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!