માળીયા (મી.) તાલુકાના ક્રિષ્નાનગર(મોટા દહીંસરા) ગામમાં કોરોના વાયરસના 11 કેસ આવવાથી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે મુજબ તા. 23/09/2020થી 03/10/2020 સુધી ગામ લોકોએ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગ્રામ પંચાયત દ્વારા નીચે મુજબના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
દુકાન માત્ર સવારના 7થી 9 વાગ્યા સુધી તેમજ સાંજના 5થી 7 વાગ્યા દરમિયાન ખુલ્લી રાખવાની રહેશે. તે દરમિયાન સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.ગ્રામજનોને જરૂરી કામ સિવાય બહાર નીકળવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહિ. સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવું. તેમજ માસ્ક ફરજીયાત પહેરવું. જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે, તેના વિષે મોટા દહીંસરા ગ્રામ પંચાયતને જાણ કરવી. આથી, કોરોનાનું વધુ સંક્રમણ ફેલાય નહિ તેવા પગલાં લઇ શકાય. જેને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેને અને તેના પરિવારજનોએ તથા કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોએ હોમ ક્વોરેન્ટાઇન થઇ જવું.