મોરબીના ગાળા-વાઘપર-પીલુડી રોડનું નિર્માણ કાર્ય હાલ પ્રગતી હેઠળ છે ત્યારે આ રોડના કામનું મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતુ આ ઉપરાંત કામ માં ગેરરીતી થતી હોય તો જાણ કરવા જનતાને અનુરોધ કર્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ નવા બનતા ગાળા-વાઘપર-પીલુડી ડામર રોડની વિઝીટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેઓએ સંબંધિત કોન્ટ્રાકટર અને અધિકારીઓને નિયમ મુજબ કામ કરવાની સૂચના આપી હતી. વધુમાં જો જિલ્લા પંચાયત હસ્તકના કોઈ રોડ-રસ્તાના કામમાં ગેરરીતિ કરવામાં આવતી હોય તો ધ્યાન દોરવા લોકોને અપીલ કરી હતી.