મોરબી શહેરમાં અને હળવદ તાલુકાના ચરાડવા રાજલનગર વિસ્તારમાં આવેલ આરોપીના રહેણાંક મકાનમાથી પોલીસે 47 ટીન બિયર અને દારૂની 33 બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીઓ વિરુધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના મચ્છીપીઠ ઇદ મસ્જીદ પાછળ રહેતા આરોપી નિજામભાઇ જુસબભાઇ કટીયા (ઉ.વ.૨૪)ની રહેણાંક ઓરડીમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોઈએ વેચાણ અર્થે રાખેલ મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની સાત બોટલ અને રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની વિસ બોટલ સહિત કુલ 27 બોટલ કિંમત રૂપિયા 12500નો મુદ્દામાલ ઝડપાયો હતો. જેને પગલે પોલીસે આરોપી નિજામભાઇ જુસબભાઇ કટીયાને દબોચી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય એક કેસમાં હળવદ તાલુકાના ચરાડવા રાજલનગર વિસ્તારમાં રહેતા આરોપી કલ્પેશ મુકેશભાઇ વિશાણી (ઉ.વ.૩૧) રહેણાક મકાનમાં હળવદ પોલીસે દારૂની બાતમી આધારે રેઇડ કરી હતી. જે રેઇડમાં આરોપીના મકાનમાંથી રોયલ સિલેક્ટ ડિલક્ષ વ્હીસ્કીની છ બોટલ કિ.રૂ.૧૮૦૦ તથા માઉન્ટ-૬૦૦૦ બિયરના 47 નંગ ટિન કિ.રૂ.૪૭૦૦ સહિત કિ.રૂ.૬૫૦૦નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આરોપીએ વેચાણ અર્થે દારૂનો જથ્થો સંઘરી રાખ્યો હોવાનું માલુમ પડતા પોલીસે આરોપી કલ્પેશ વિશાણીની કોવિડ ટેસ્ટ સહિતની મેડીકલ તપાસણી કરાવી અટકાયત કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.