Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરમાં પત્ની સામે નજર કરતા પતિએ કોળી યુવાનનું કાસળ કાઢી નાખ્યું: પોલીસે...

વાંકાનેરમાં પત્ની સામે નજર કરતા પતિએ કોળી યુવાનનું કાસળ કાઢી નાખ્યું: પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ આદરી

વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે આવેલ વૃદ્ધઆશ્રમ નજીકના ગરબી ચોકમાં ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં આરોપીની પત્ની સામે જોવા બાબતે ધીંગાણું થયા બાદ આરોપીએ કોળી યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું જાહેર થયું છે. હત્યા નિપજાવી આરોપી ભાગી છુટતા પોલીસે તપાસનો ધમઘાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં રહેતા કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા (ઉવ.૪૦)એ આરોપી કિશોરભાઇ મગનભાઇ કોળી (રહે વાંકાનેર મફતીયાપરા દાતાર ટેકરી)ની પત્ની સામે જોયાનો ખાર રાખી બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ મામલો મારામારી અને હત્યા સુધી પહોંચ્યો હતો.આરોપી કિશોરે કોળી યુવાન કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા નામના વ્યક્તિને છરીના આડેધડ ઘા ઝીંકી તેને લોહીલુહાણ હાલતમાં ખાનગી વાહન મારફતે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પહેલા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ભાવનાબેન મયુરભાઇ પરબતાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!