રફાળેશ્વર નજીક મચ્છુ નદીના કાંઠે રહેતા ઝુંપડા બાંધી રહેતા બે યુવકો ધ્રુવનગર ગામે સગાને ત્યાં આવી સવારે નહાવા પડતા કરુણા ઘટના બની : પોલીસ તપાસ શરૂ.
મોરબીના ધ્રુવનગર ગામ નજીક આવેલી ડેમી નદીમાં બે યુવકો ડૂબ્યાં હતા જેમાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ બે યુવકો ડૂબ્યા હોવાની માહીતી ગ્રામજનોને મળી હતી જેના પગલે ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી અને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી એ દરમ્યાન બે યુવકો જે રફાળેશ્વર નજીક આવેલ મચ્છુ નદી પાસે ઝુંપડા બાંધી રહેતા દિનેશ નેનજી રાઠોડ મારવાડી ઉ. વ ૩૦ અને અર્જુન ભુપત રાઠોડ ઉ વ ૩૦ મારવાડી બને રહે.રફાડેશ્રવર ખરાબામા રહી
મજુરી કામ કરતા હતા અને અહી તેના સગા રહેતા હોય આવ્યા હતા અને એક ડૂબ્યા બાદ બીજો યુવલ બચાવવા ગયો હતો ને એક સાથે બંને યુવકો 40 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થયાં હતા જેમાં શોધખોળ દરમ્યાન બંને યુવકો અર્જુન અને દિનેશ નામના બન્ને યુવકોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતાં ટંકારા પીએસઆઇ બી ડી પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.