મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા કાઉન્સિલર દિનાબા જાડેજાએ લગ્નની વર્ષગાંઠની ઉજવણીમાં નવો ચીલો ચિતર્યો છે. તેઓએ વૃદ્ધાશ્રમમાં રહેતા વ્હાલાઓથી વંચિત વડીલોને તીર્થ સ્થાનોની યાત્રા કરાવીને ઉજવણી કરી હતી.
મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા કાઉન્સિલર દિનાબા જયવંતસિંહ જાડેજાએ પોતાના લગ્નની 36મી વર્ષગાંઠ નિમિતે વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી. યાત્રા દરમિયાન વડીલો
ને સવાર ચા નાસ્તો, બપોર-સાંજનું ભોજન અને દરેક જગ્યાના દર્શન કરાવવા સહિતનો ખર્ચ દિનાબા જાડેજાએ ઉઠાવ્યો હતો આ અવસરે યાત્રા ધામોમાં દર્શન કરી વડીલોએ ધન્યતા અનુભવી દિનાબા જયવંતસિંહ જાડેજાને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠની ઉજવણી સહિતના પ્રસંગે નાહકના ખર્ચ કરતા લોકો માટે પણ દિનાબા જાડેજાએ અનુકરણીય કાર્ય કર્યું છે. આ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો.