Saturday, May 18, 2024
HomeGujaratમોરબી પંથકમાંથી દિપેશ, પ્રકાશ અને કાનજીને પીધેલી હાલતમાં પકડી પાડતી પોલીસ

મોરબી પંથકમાંથી દિપેશ, પ્રકાશ અને કાનજીને પીધેલી હાલતમાં પકડી પાડતી પોલીસ

મોરબી શહેર અને જિલ્લાભરમાંથી જુદા જુદા સ્થળોએથી દારૂ પીધેલી હાલતમાં ત્રણ શખ્સોને ઝડપી લઈ પોલીસે તમામને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના જુનાઘુંટુ રોડ ઉપર આવેલ ત્રાજપર ખારીના નાકા પાસેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ચીકાર દારૂનો નશો કરી બકવાસ કરતી હાલતમાં નીકળેલ આરોપી દિપેશભાઇ દિનેશભાઇ રામાવત (ઉ.વ.૨૪ રહે.હાલ પંચાસર રોડ શિવમ મોલ સામેની શેરીમાં ભાડેથી)ને ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ ૬૬-૧-બી,૮૫-૧ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અંગેના કેસની વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસેના રોડ ઉપરથી દારૂનો નશો કરી ડમડમ નીકળેલ આરોપી પ્રકાશભાઇ ભરતભાઇ રાણીંગભાઇ (ઉ.વ.૨૨ રહે.નવલખી રોડ લાયન્સનગર અમૃત પાર્ક મુળ રહે. બેલાણા ગામ તા.કેશોદ)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઈ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૮૫(૧) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક કેસની વિગત મુજબ માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામના ઝાપામાંથી બેફામ દારૂ ઢીંચી જાહેરમા બકવાસ કરતો લથડીયા ખાતી હાલતમાં નીકળેલ આરોપી કાનજીભાઇ ઘોઘાભાઇ રાંધલપરા (ઉ.વ.૩૨ રહે.ખીરસરા તા.માળીયા મી. જી.મોરબી)ને માળીયા મીંયાણા પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!