હળવદ ખાતે આવેલ કિષ્ના ઈન્ડસ્ટ્રીયલ એસટેટ તરીકે ઓળખાતી પ્લોટ નં: ૪૧ વાળી ધ્રાંગધ્રાં માળીયા હાઈવે રોડ પર આવેલ રાધે શ્યામ પ્રોટીન્સ તરીકે ચાલતી પેઢીમાં મનીષભાઈ ઘનશ્યામભાઈ પટેલ અને અશોકભાઈ રતીલાલભાઈ પટેલ ભાગીદારીમાં ઘંઘો કરતા હતા જેઓ કુષી પેદાશ તેમજ ધંઉં લના લોટનુ ઉત્પાદન અને ખરીદ વેચાણ નો વ્યવ્સાય કરતા હતા.
જે વ્યવ્સાય ૧૪/૦૩/૧૫ ના રોજ શરૂ કરવામાં આવેલ હતો. જે બાદ ધંધો ખુબ ચાલતો હતો અને અશોકભાઈ રતીલાલભાઈ પટેલે મનીષભાઈ ઘનશ્યામભાઈ પટેલને નફા પેટે રૂપીયા પંચોતેર લાખ ચુકવવાના હોય જેનો ચેક આપ્યો હતો. જે ફરીયાદી દવારા બેન્કમાં વટાવવા આપતા ચેક પરત ફરેલ હતો જેથી મનીષભાઈ ઘનશ્યામભાઈ પટેલે હળવદની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ માં ‘ધ નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટ ની કલમ – ૧૩૮ ” મુજબ ની ફરીયાદ કરેલ હતી . જેમા ફરીયાદી ના એડવોકેટ તરીખે ધ્રાંગધ્રાંના એડવોકેટ હિમાંશુ શાહ તથા આરોપી ના એડવોકેટ તરીખે સુખદેવસિંહ ઝાલા તથા વિશાલ રાવલ (એડવોકેટ) રોકાયા હતા. અને આ કેસ ચલાવ્યો હતો.
આ કેસમાં મોખીક પુરાવા તેમજ ૧૩ જેટલા દસ્તાવેજી પુરાવા તથા આરોપી તરફે ૩ મોખીક પુરાવા તથા ૨ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ તેમજ આરોપીનુ વિશેષ નિવેદન નોધી કોર્ટ દવારા ચુકાદો ફરમાવવા માં આવેલ હતો . જેમા કોર્ટ દવારા જણાવવા માં આવેલ તે મુજબ ફરીયાદીને આરોપી દવારા ચેક કાયદેસરના લેણા માટે આપેલ હોય તેવુ ફરીયાદી પુરવાર કરી શકેલ ન હોય જેથી આ કામ ના આરોપી અશોકભાઈ પટેલને નિદોષ છોડી મુકવાનો હુંકમ કરવામાં આવ્યો હતો.