Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાંથી ચાર ચોરાઉ બાઈક સાથે રીઢો મોટરસાયકલ ચોર ઝડપાયો

મોરબીમાંથી ચાર ચોરાઉ બાઈક સાથે રીઢો મોટરસાયકલ ચોર ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે સીસીટીવી કેમેરાની મદદથી રીઢા મોટરસાયકલ ચોરને ચાર ચોરાઉ બાઈક સાથે દબોચી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ સાત ચોરાઉ બાઈક સાથે પોલીસ ઝપટે ચડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ સી.સી.ટીવી રૂમમાં મોનીટીરીંગ કરતા હતા તે વેળાએ રેલ્વે સ્ટેશન પાસે એક શખ્સ સી.સી.ટી.વી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં બાઇકના લોક ખોલ – બંધ કરતો ઝડપાયો હતો જેને લઈને પોલીસ સ્ટાફ તાબડતોબ રેલવે સ્ટેશન ખાતે દોડી ગયો હતો. પોલીસે સંકાસ્પદ હાલતમાં રહેલા નરેંદ્રભાઇ જયંતીભાઇ પટેલ (ઉ.વ .૪૫ રહે.મોરબી ગ્રાફીટીક લેમીનેટ કારખાનામાં હરીપર તા.જી.મોરબી મુળ રહે.ધાનજ, જી.ગાંધીનગર)ની પૂછપરછ કરી હતી આ દરમિયાન તેની પાસે રહેલ એક્ટીવા રજી નં Gj 36 AB 7159 ના કાગળો માંગતા પોતાની પાસે ના હોય જેથી પોલીસે પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા આ બાઈક મોરબી સીટી એ ડીવી પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૨૪૦૨૪૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ આરોપીએ આ બાઈક છ માસ અગાઉ ચોરી કાર્યનું ખુલ્યું હતું. પોલીસની ઊંડી તપાસમાં આરોપીએ ચોરી કરેલ એક્ટીવા સહિત અન્ય ત્રણ બાઈક કાઢી આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આરોપી કલોલ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૬ / ૨૦૧૭ ના વર્ષમાં સાત ચોરીના બાઇક સાથે પકડાયો હતો.

આ કામગીરી દરમિયાન પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એસ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ રામભાઇ મેઢ , કિશોરભાઇ મિયાત્રા , સંજયભાઇ બાલાસરા , તથા કોન્સ્ટેબલ ભાનુભાઇ બાલાસરા , ચકુભાઇ કરોતરા , આશિકભાઇ ચાણકીયા , સમરથસિંહ ઝાલા , ભરતભાઇ હુંબલ , હસમુખભાઇ પરમાર , અરજણભાઇ ગરીયા , તથા આર્મ લોકરક્ષક કોમલબેન મિયાત્રા તેમજ સેફર સીટીમાં ફરજ બજાવતા કોન્સટેબલ કુલદીપભાઇ સોલંકી તથા કમલેશભાઇ રબારી સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!