Tuesday, August 9, 2022
HomeGujaratમોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનનો આજે જન્મદિવસ: સેવાકીય કાર્ય કરીને ઉજવણી

મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનનો આજે જન્મદિવસ: સેવાકીય કાર્ય કરીને ઉજવણી

આજે 25 ડિસેમ્બરના રોજ તુલસી દિવસ તેમજ મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનનો આજે જન્મદિવસ છે. ત્યારે સેવાકીય કાર્યથી કરી તુલસી દિવસ તેમજ જન્મદિવસની ભાવેશ્વરીબેનને ઉજવણી કરી હતી.

- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનનો આજે જન્મદિવસ નિમિત્તે સવારમાં યજ્ઞ, મહાઆરતી, તુલસી પૂજન, વસ્ત્રો તથા રાશનકીટ વિતરણ તથા ગાયોને ઘાસચારો નાખીને સેવાકીય કાર્યો કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રામધન આશ્રમ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓ થતી હોય છે. તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે આજે તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવી સેવાકાર્યો કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!