હળવદ શહેરમાં મંજૂરી વગર મન ફાવે ત્યાં લગાવાયેલ હોર્ડિંગ્સ લગાવીને માઝા મુકી છે. હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના ડીવાઈડરના વીજ થાંભલા તથા શહેરમાં મનફાવે તેમ ગમે તે જગ્યાએ હોર્ડિંગ્સ લગાવી માઝા મુકી દીધી છે.
હળવદ શહેરની શોભા અભડાવતા અને વાહનચાલકો પર મોત બનીને ત્રાટકતા ગેરકાયદે હોર્ડિંગ્સ મંજૂરી વિના આડેધડ ખડકાયેલા હોડીગ્સ દૂર કરવા તંત્ર દ્વારા કોઈની પણ શહેશરમ રાખ્યા વગર સટાસટી બોલાવી તેવી શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે. જોગણી માં ના મંદીરથી છેક વૈજનાથના ચોકડી સુધી અને અન્ય જગ્યાએ જ્યાં મન ફાવે તેમ હાઈવે રોડ પર મેઇન બજારમાં હોડીગ્સ લગાવામાં આવ્યા છે. ગમે તે જગ્યાએ કોઈને અડચણ રૂપ કે આડેધડ હોડીગ્સ હળવદ ચારેબાજુ વગાડવામાં આવ્યા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનું જોખમ રહેલું છે. પાલિકા દ્વારા હોર્ડિંગ્સનો ચાર્જીસની વસુલે છે? કે ડાયરેક્ટર લાગત વળગતા પોબારા લઈ લે છે? આવા અનેક સવાલો શહેરીજનો માં ચર્ચાઇ રહ્યાં છે. આગામી સમયમાં હળવદ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી હળવદ શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.