Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના જુનાબેલા ગામેં જુગારની મહેફિલના રંગમાં ભંગ પાડતી પોલીસ: બે જુગારી પકડાયા,...

મોરબીના જુનાબેલા ગામેં જુગારની મહેફિલના રંગમાં ભંગ પાડતી પોલીસ: બે જુગારી પકડાયા, ત્રણ ભાગી ગયા

મોરબી તાલુકાના જુના બેલા (આમરણ) ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને કાને વાત પડતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં જુગાર રમતા બે આરોપીઓ ઝડપાયા હતા જ્યારે ત્રણ આરોપીઓ નાશી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

જુના બેલા (આમરણ) ગામે હાડ થીજવતી ઠંડી વચ્ચે ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગારની મહેફિલ જામી હોવાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ દોડી ગઈ હતી જ્યાં જુગાર રમતા બે આરોપીઓ અયુબભાઇ હાજીભાઇ કટીયા (ઉ.વ.૪૫, રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી) તથા રાજુભાઇ હરગોવિંદભાઇ પોપટ (ઉ.વ.૫૧, રહે. આમરણ) ઝડપાયા હતા. પોલીસ આવ્યાના ‘વાવડ’ મળતા ભાગદોડ મચી ગઇ હતી જેમાં વાલાભાઇ અરજણભાઇ, થોભણભાઇ કલ્યાણજીભાઇ પેથાપરા અને જેનુભાઇ સહિતના આરોપીઓ અંધારાનો લાભ લઇ પોલીસને હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ બન્યા હતા. આથી પોલીસે જુગારના પટમાંથી રૂપિયા ૧૫,૧૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!