મોરબી જિલ્લામાં કોરોના કહેરમાં લાંબા સમયથી રાહત મળ્યા બાદ આજે ફરી કોરોના એ માથું ઊંચક્યું હોઈ તેમ એક સાથે બે પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવતા શાળાના શિક્ષકો તથા અભ્યાસ કરતા બાળકોના વાલીઓના પેટમા ફાળ પડી ગઈ છે.
મોરબી જિલ્લામાં આજે 41 વર્ષીય યુવાન અને શાળામાં અભ્યાસ કરતા 16 વર્ષીય તરુણનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ભાગદોડ મચી જવા પામી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીને પોઝિટિવ આવતા તંત્ર સફાળું જાગ્યું છે અને શાળાના સ્ટાફ તથા સંપર્કમાં આવેલ અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવા તજવીજ શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા ન મળતી હોવાથી તંત્રએ રાહત અનુભવી છે.