મોરબીની નવયુગ વિદ્યાલયમાં ઘો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વિધાર્થીઓની આરોગ્ય સલામતીના ભાગરૂપે શાળાને સાત દિવસ સુધી બંધ રાખવા સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ 119 જેટલા વિદ્યાર્થીઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
મોરબીમાં કોરોનાની રીએન્ટ્રી થઈ હોય તેમ ગઈકાલે એક સાથે બે કોરોના કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે જેમાં એક વિધાર્થી કોરોનાની ઝપટે ચડ્યો હોવાથી તંત્ર સહિત શાળાના શિક્ષકો અને વાલીઓમા પણ ભયનું લખલખું ફેલાયું છે. ત્યારે નવયુગ વિદ્યાલયમાં 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા 16 વર્ષના તરુણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોઝીટીવ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય તમામ વિદ્યાર્થીઓના અને શાળાના સ્ટાફ ના સેમ્પલ લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં અન્ય વિધાર્થીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે શાળાના સંચાલકો દ્વારા સાત દિવસ સ્કૂલને સાત દિવસ સુધી સદંતર બંધ રાખવા અંગે નિર્ણય કરવા આવ્યો છે.