ગુજરાત માં આજે કુલ ત્રણ જગ્યા એ અલગ અલગ કોર્ટ દ્વારા દુષ્કર્મ ના અલગ અલગ કેસ ની સજા સંભળાવવામાં આવી છે.
જેમાં સુરત ના હજીરા માં 5 વર્ષ ની બાળકી ને ચોકલેટ ની લાલચ આપી ને નરાધમ આરોપી સુજીત મુનિલાલ સાકેત (રહે.મધ્ય પ્રદેશ ઉ.વ.27) વાળો અવાવરું જગ્યા એ લઈ ગયો અને બાળકી પર દુસકર્મ આચર્યું હતું.જે કેસ આજે સુરત કોર્ટ માં ચાલી જતા આરોપી ને અંતિમ શ્વાસ સુધી કેદ ની સજા અને એક લાખ નો દન્ડ ચૂકવવા નો ચુકાદો સાંભળવામાં આવ્યો છે .
બીજા એક કેસ માં મોરબી માં વર્ષ 2016 માં એક સગીરા ને મજૂરી કામ અપાવવાની લાલચ આપી ને મૂળ મધ્યપ્રદેશ નો રહેવાસી પપ્પુ નારસંગ ભીલ (રહે .હાલ ટંકારા ,વાડી વિસ્તાર) પીડિતા ને 8 દિવસ સુધી ઓરડી માં ગોંધી રાખી ને વારંવાર દુસકર્મ આચર્યું હતું જે કેસ પણ આજે મોરબી કોર્ટ માં ચાલી જતા આરોપી પપુ ભીલ ને 376 દુસકર્મ ના ગુના હેઠળ આજીવન કેદ ની અને 363 અપહરણ ના ગુના હેઠળ 7 વરસ ની સજા સંભળાવવામાં આવી હતી.
જ્યારે ત્રીજા કેસ માં દેવભૂમિ દ્વારકા જિલ્લા ના કલ્યાણપુર પંથક માં 3 વરસ પહેલાં સગીર વય ની તરુણી ને વળગાડ હોવાનું અને પોતે આ વળગાડ દૂર કરી દેવાના ઢોંગ રચી તરુણી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ભુવા ભરત કરશન સોનગરા પર નો કેસ ખંભાળિયા એડી.સેશનશ. કોર્ટ માં ચાલી જતા અને આરોપ સાબીત થઈ જતા ખંભાળિયા ની એડી. સેસન્સ કોર્ટ એ 20 વરસ ની સખત કેદ ની સજા સંભળાવી હતી.
આ રીતે આજે સુરત ,મોરબી અને ખંભાળિયા માં એક જ દિવસ માં બળાત્કાર ના આરોપીઓ ને સખત સજા સંભળાવવામાં આવી હતી .