Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં કોરોના બ્લાસ્ટ ગઈકાલે પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા વધુ સાત લોકો...

મોરબીમાં કોરોના બ્લાસ્ટ ગઈકાલે પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા વધુ સાત લોકો કોરોના પોઝિટિવ

ગુજરાત સહિત ભારત ભરમાં કોરોના ભરડો લેતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતમાં ગઈકાલે 400 જેટલા કેસ નોંધાયા હતા અને મોરબી માં 2 કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીની નવયુગ વિદ્યાલય માં 12 માં ધોરણ ના વિદ્યાર્થી ને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 41 વર્ષીય આધેડ ને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે આરોગ્ય તંત્ર હરકત માં આવ્યું હતું અને વિદ્યાર્થી ના સંપર્ક માં આવેલ અન્ય વિદ્યાર્થીઓ તથા સ્કૂલના સ્ટાફ સહિત ના કોન્ટેકમાં આવેલ 186 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં વધુ 6 વિદ્યાર્થી ઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .અને 42 વર્ષીય આધેડ ના કોન્ટેકટ માં આવેલ અન્ય 31 વર્ષીય વ્યક્તિ નું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોરબીમાં ઘણા સમય પછી 2 દિવસ માં કોરોના ના એક સાથે નવ કેસ સામે આવ્યા હતા.જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!