હળવદના કોયબા ગામના વીર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાની પુણ્યતિથિ નિમિતે શહીદ યાત્રા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું.
ભારત -પાક વચ્ચે 1971માં થયેલા યુદ્ધમા મા ભારતી ભોમની રક્ષા કાજે હળવદના કોયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાએ શહાદત વહોરી હતી. ત્યારે ભારત -પાક વચ્ચે 1971માં થયેલા યુદ્ધ 50મી વર્ષગાંઠની પૂણૉહુતી નિમીત્તે આજે કોયબા ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને શહીદ યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં આર્મીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુદ્ધ દરમિયાન રાજપુતાના રાઈફલ જોડાઇ શહીદ વીર જવાન વનરાજસિંહે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી પીછે હટ કરવા મજબુર કરી દીધા હતા. યુદ્ધ દરમિયાન ૩-૪ ગોળીઓ વાગી હોવા છતાં હેન્ડ ગ્રેનેડ હાથમાં ધારણ કરીને દુશ્મનના બનકરમાં ધુસી દુશ્મનોની ટુકડીને ફૂકી નાખ્યા હતા જેમાં જવાન વનરાજસિંહ ઝાલા શહીદ થયા હતા. આમ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દેનાર આ આ વીર શહીદ જવાનની યાદમાં પુણ્યતિથિનો કાર્યક્રમ યોજવામાં આવે છે.