આજે 31 ડિસેમ્બર ને લઈને ગુજરાત માં દારૂબંધી હોવા છતાં પણ ઘણા પ્યાસીઓ નશો કરી ને ઉજવણી કરતા હોય છે પણ સામે પોલીસ પણ પ્યાસીઓ ને ઝડપી લેવા બે કદમ આગળ હોય છે.
જે રીતે મોરબી માં પણ 31 ડિસેમ્બર ને લઈને આજે મોરબી શહેર વાંકાનેર ટંકારા માળીયા(મી.) હળવદ સહિત મોરબી જિલ્લા માં એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.મોરબી શહેરી વિસ્તાર માં પણ દરેક નાકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જેમાં મોરબી શહેરી વિસ્તારોમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ,ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ,પીઆઇ ,પીએસઆઈ સહિત 36 ટીમો નો સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે ને શંકાસ્પદ લોકો ને રોકી ને બ્રેથ એનેલાઈઝર દ્વારા શંકાસ્પદ વ્યક્તિ એ દારૂ પીધો છે કે નહીં એ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાની સૂચનાથી રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘ એ આપેલ સૂચનાઓ હેઠળ જુદા જુદા જીલ્લાઓમાં આ રીતનું ચેકીંગ અને પેટ્રોલિંગ ચાલુ છે ત્યારે મોરબી જિલ્લામાં આઉટ અને ઈન ગેઇટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને સવારે અનેક નબીરાઓ પકડાય તો નવાઈ નહીં.