મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા એક પરિવારના કુટુંબીક દીયર દેરાણીના ત્રાસથી કંટાળી જઇ જેઠાણી અને તેની પુત્રીએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં રહેતા રેખાબેન ધીરૂભાઈ કવૈયા નામના 51 વર્ષીય પરિણીતાએ તેના કુટુંબીક દીયર અમુભાઈ રતીલાલ કવૈયા અને દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયા રહે.બંને.મોટાભેલા તા.માળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે રેખાબેનની દીકરી બંસી સાથે આજથી સાત વર્ષ પહેલા પ્રવિણાબેનના ભાઈ સાથે લગ્ન કરવાનુ કહ્યું હતું જે લગ્ન બાબતે ના પાડતા જે બાબતનુ મનદુ:ખ રાખી બંને આરોપી આવરનવાર રેખાબેન અને તેની દીકરીને ફોનમા તેમજ પ્રસંગોપાત મળે ત્યારે સાત વર્ષ થી આજદીન સુધી માનસીક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા. આ બાબતથી કંટાળી જઇ અંતે રેખાબેન અને બંસીબેને પોતાના પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જાત જલાવવાના આ કિસ્સામા બન્ને માતા પુત્રી ગંભીર રીતે દાજી જતા તેઓએ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ હતી. પોલીસે આ ફરિયાદને પગલે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી કલમ-૪૯૮(ક), ૫૦૭, ૧૧૪, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.