Sunday, November 24, 2024
HomeGujaratMorbiમોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ થકી ૩૦૦યુવાનોએ શહીદ ભગતસિંહના જન્મદિવસે દેહદાન અને અંગદાનનો...

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ થકી ૩૦૦યુવાનોએ શહીદ ભગતસિંહના જન્મદિવસે દેહદાન અને અંગદાનનો સંકલ્પ લીધો

મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાયને વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ થકી સમગ્ર મોરબીવાસીઓમાં દેશપ્રેમની ભાવના સતત જાગૃત કરવા સદાય સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે કાંતિવિર અને દેશના સપૂત શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.ખાસ કરીને યુવાનો દેહદાન અને અગદાન થકી કોઈની મહામૂલી જિંદગી બચવા માટે આગળ આવે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આજે શહીદ ભગતસિંહના જન્મદિવસના પાવન અવસરે દેહદાન અને અગદાન કરવા વોટ્સએપના માધ્યમથી યુવાનોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.જેમાં 300 જેટલા યુવાનોએ દેહદાન-અંગદાનના સંકલ્પ લીધા હતા.

- Advertisement -
- Advertisement -

 

મોરબીમાં સતત પરિવર્તનશીલ સામાજિક કાર્યક્રમો કરીને દેશભાવનાની ચેતના જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોરબીના યુવાનો અંગદાન અને દેહદાન કરવા માટે જાગૃત થાય તે માટે યુવાનો દ્વારા અંગદાન અને દેહદનનો સંકલ્પ કરવાના હેતુસર શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું હતું અને યુવાનોને અંગદાન અને દેહદાન માટેના જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ હાથ ધરાયો હતો.મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન માટે ઇચ્છીત યુવાનો તથા લોકોને પોતાના નામ અને સપર્ક નંબરની માહિતી યંગ ઇન્ડિયા ગ્રુપનાં નંબર 99783 88880 પર whatshup નાં માધ્યમ થી મોકલી આપવાની અપીલ કરવામાં આવી હતી.જેમાં ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરાયા બાદ યુવાનો દેહદાન અને અંગદાન કરવા આગળ આવ્યા હતા.અને 215 જેટલા યુવાનોએ અંગદાન અને 80 થી વધુ યુવાનોએ દેહદાન કરવાના આજે ભગતસિંહના જન્મદિવસે સંકલ્પ લીધા હતા.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાની સાથે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શહેરના ગાંધીચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી સ્વચ્છ કરીને શહીદ ભગતસિંહને ફુલહાર અર્પણ કરીને ભાવવંદના કરવામાં આવી હતી.તેમજ વર્તમાન સમય કોરોના મહામારી સામે લોકો સુરક્ષિત રહે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ શહિદ ભગતસિંહની વેશભૂષામાં સજ્જ થઈને લોકોને માસ્ક તથા કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું વિતરણ કર્યું હતું.તેમજ નાના બાળકોને સ્ટેશનરીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા અબાલ વૃદ્ધ સહિતનાના કોરોના સંદર્ભે ઓક્સીલેટરથી સ્વાસ્થ્યની ચકાસણી કરી યોગ્ય સમજણ અને સારવાર આપી લોક જાગૃતિ ફેલાવી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ એ આઝમ ભગતસિંહજીના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનેભાઈ રબારીએ યુવાનોને આહવાન કર્યું હતું કે ,યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેહદાન અને અગદાન માટે અવિરતપણે જાગૃતિ અભિયાન ચલાવશે.માટે મોરબીના તમામ યુવાનો એકજુટ થઈને દેહદાન અને અંગદાન માટે આગળ આવે અને યંગ ઇન્ડિયા ગ્રુપે ઉપર દર્શાવેલા વોટ્સએપ નબર ઉપર સંપર્ક કરે તેવી અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!