સમગ્ર ભારત દેશ માં આજ થી તરુણ વય ના ને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં પ્રથમ દિવસે મોરબી જિલ્લા માં ઘણી જગ્યા એ અલગ અલગ કારણોસર વેકસીનેશન ચાલુ થવા માં મોડુ થયું હતું .
એમ છતા પણ આજે મોરબી આરોગ્ય તંત્ર દ્વારા તરુણ વય ના ને વેકસીનેશન ના 10192 ડોઝ આપવામાં આવ્યા છે.તથા 18 થી 44 વરસ ના વ્યક્તિઓ ને 2107 ડોઝ આપવામાં આવ્યા છે અને 45 વરસ કરતા વધુ વય ધરાવતા વ્યક્તિઓ ને 446 ડોઝ આપવામાં આવ્યા છે જે મળી ને મોરબી જિલ્લા માં આજે કુલ 12751 ડોઝ આપવામાં આવ્યા હતા.
હજુ આવતી કાલે તારીખ 4-1-2021 ના રોજ પણ મોરબી જિલ્લા ના 122 સ્થળો એ તરુણ વય નું વેકસીનેશન કરવામાં આવશે.