Saturday, April 27, 2024
HomeGujaratમાળીયામિયાણા તાલુકાના વિરવિદરકા ગામેં લાઈટના અંજવાળે જુગાર રમતા છ ઝડપાયા

માળીયામિયાણા તાલુકાના વિરવિદરકા ગામેં લાઈટના અંજવાળે જુગાર રમતા છ ઝડપાયા

માળીયામિયાણા તાલુકાના વિરવિદરકા ગામેં આવેલ ખેતરના શેઢે જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી જ્યાં લાઈટના અંજવાળે જુગાર રમતા છ પતાપ્રેમીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિરવિદરકા ગામેં આવેલ તળાવની પાછળ ખેતરના શેઢે જુગારનો પાટલો મંડાયો હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક દોડી ગઈ હતી. જ્યાં રેઇડ કરતા લાઇટના અંજવાળે જુગાર રમતા ગોવિંદસંગ દાદુભા ગઢવી, ક્રુપાલસંગ ગંભીરસંગ ગઢવી, ઈકબાલભાઇ ગનીભાઇ પાયક, સુરેશભાઇ ઠાકરશીભાઇ શંખેસરીયા, દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન, રફીકભાઇ ગફુરભાઇ સંધવાણી સહિતના છ જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે જુગાર રમતા શખ્સોના કબ્જામાંથી ટોર્ચ લાઈટ નંગ -૦૨ જેની કિ.રૂ.૧૦૦ તથા રોકડા રૂપીયા-૫૪૦૦૦ સહિત કુલ કિ.રૂ. ૫૪૧૦૦ના મુદામાલ કબ્જે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!